HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

12 એપ્રિલ, 2014

આજનો વિચાર

  • જ્યાં ક્ષમા નથી ત્યાં માત્ર વિડંબના જ છે.
GENERAL KNOWLEDGE : 


* વિજ્ઞાનીઓએ હવામાંથી પેટ્રોલ બનાવવાની અનોખી ટેક્નોલોજી વિકસાવી છે.

બ્રિટિશ દૈનિકપત્ર 'ધ ટેલિગ્રાફ’માં આ અહેવાલ છપાયા છે. આ ટેક્નોલોજીને વિકસાવવા માટે ૧૧ લાખ પાઉન્ડ(લગભગ ૯.પ૨ કરોડ રૂપિયા)નો ખર્ચ થયો છે. બ્રિટિશ કંપની એર ફ્યુઅલ સિન્ડિકેશનને બે વર્ષમાં આ ટેક્નોલોજી તૈયાર કરી છે. ટીસાઇડ સ્થિત એક કારખાનામાં તેમણે આ ટેક્નોલોજીની મદદથી ત્રણ મહિ‌નામાં પાંચ લિટર પેટ્રોલ તૈયાર કર્યુ છે. 

*હવામાંથી પેટ્રોલ કેવી રીતેબને છે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢીને તેને કાસ્ટિક સોડા(સોડિયમ હાઇડાયોક્સાઇડ)માં મિલાવવામાં આવે છે. તેનાથી બનનારા સોડિયમ કાર્બોનેટથી ફરી શુદ્ધ કાર્બન ડાયોક્સાઇડ બને છે. પછી તેમાંથી ડીહ્યુનિડીફ્યાર મશીન દ્વારા પાણી અલગ કરવામાં આવે છે. ફરીથી હાઇડ્રોજન ગેસ અલગ કરવામાં આવે છે. તેને રિફાઇન કરીને પેટ્રોલ તૈયાર કરવામાં આવે છે.

Get Update Easy