HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

1 એપ્રિલ, 2014

સ્ટાફ સિલેકશન કમિશન

આજનો વિચાર

  • કોઈ સબંધ ને તોડતા પહેલા ઍક વાર ઍવુ વિચારી લેવુ જોઈએ કે અત્યાર સુધી આ સબંધ નીભાવી કેમ રહ્યા હતા.


કેન્દ્ર સરકારની નોકરીઓમાં કારકીર્દિની ઉત્તમ તક

STAFF SELECTION COMMISSION
કારકિર્દી ઘડતરના આજના સર્વોત્તમ સમયગાળામાં ગુજરાતના વિધ્યાર્થીઓમાં ભારત સરકારના વિવિધ વિભાગો માટે ભરતી કરતા સ્ટાફ સીલેક્શન કમીશન,(SSC), ન્યુ દીલ્હી દ્વારા લેવાતી પરીક્ષાઓ પરત્વે પ્રમાણમાં ઓછી જાગરુકતા જોવા મળે છે.  SSC દ્વારા આમ તો અનેક પ્રકારની પરીક્ષાઓ લેવાય છે, પણ ગુજરાતના આપણા યુવાનો માટે કેન્દ્ર સરકાર હસ્તક ગુજરાતમાં કાર્યરત નીચેની કચેરીઓમાં સામાજિક પ્રતિષ્ઠા ધરાવતી નોકરીઓની ભરપુર તકો રહેલ હોય છે.
1.        ઇન્કમ ટેક્ષ  વિભાગ                      2.  કસ્ટમ્સ, સેન્ટ્રલ એક્ષ્સાઇઝ, સર્વીસ ટેક્ષ
3.  સેન્ટ્રલ બુરો ઓફ ઇન્વેસ્ટીગેશન્સ (CBI)   4. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)
5.         સેન્ટ્રલ વિજીલન્સ કમિશન               6.  રેલ્વે બોર્ડ, કેન્દ્રીય મંત્રાલય
આ પરીક્ષાઓની વિશીષ્ઠ ઝલક/ફાયદાઓ
1.          સ્ટાફ સીલેક્શન કમીશન (SSC) હસ્તકની કોઇપણ પસંદગીમા નોકરીના પ્રારંભિક પાંચ વર્ષ સુધી ઉચ્ચક રુ. 5,300 નહિ; પણ પહેલા જ દિવસથી પુરેપુરો પગાર
2.          UPSCની માફક SSC દ્વારા દર વર્ષે આ પરીક્ષાઓ નિયમિત ધોરણે લેવાય છે. જગ્યાઓ પણ સહેજેય 25,000 જેટલી કે એથીયે વધુ હોય છે. 
3.          ગુજરાત સરકારની નોકરીઓમાં sc અનામત 7 % છે, જ્યારે SSC અંતર્ગત કેન્દ્ર સરકારની નોકરીઓમાં અનામત 15 % હોય છે.
4.          પોસ્ટીંગ મોટા ભાગે ગુજરાતમાં જ.
5.          રાજ્ય નોકરીઓ કરતાં પ્રમોશનોમાં કેન્દ્ર સરકારની સેવાઓમાં વધારે ઉજ્જવળ તકો.
6.          આ જ પરીક્ષા થ્રુ અમુક જગ્યાઓમાં ડાયરેક્ટ class:IIમાં પસંદગીને અવકાશ.
7.          પરીક્ષાઓનો ઢાંચો તો લગભગ IBPS જેવો જ છે. વળી, IBPSની જેમ દરેક સબ્જેક્ટમાં  પાસ થવું જરૂરી નથી માત્ર ટોટલ મેરીટના આધારે જ સિલેકશન. એટલે કે  IBPS જેટલી જ મહેનતથી આ પરીક્ષામાં પાસ થઇ શકાય છે. 
એવું જણાય છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારોમાં સ્ટાફ સીલેક્શન કમીશન (SSC)ની પરીક્ષાઓ બાબતે કેટલીક ગેરસમજો પ્રવર્તે છે.
1.       અગાઉ UPSC CIVIL SERVICES પરીક્ષાઓ બાબતે જેમ મનાતું કે એ પરીક્ષાઓમાં ગુજરાતીઓનું ગજુ જ નહિ, અત્યારે  SSC  દ્વારા લેવાતી પરીક્ષાઓ બાબતે આપણા ઉમેદવારોમાં એવી જ માન્યતા છે. પણ, હકીકતમાં એવું નથી. ગુજરાતમાં પડતી જગ્યાઓના સપ્રમાણમાં ઉમેદવારોનો ઉત્સાહ નહિ હોવાથી અનેક પરપ્રાંતીય ઉમેદવારોના ભાગે આ જગ્યા જતી રહે છે.
2.       આ નોકરીઓમાં પોષ્ટીગ ક્યાંયે દુર આવે. આ માન્યતા પણ સાચી નથી. અમદાવાદના અનેક ઉમેદવારો SSC થી પસંદગી પામીને કેન્દ્ર સરકારની નોકરીઓમાં અમદાવાદમાં જ પોષ્ટ થયા છે.
3.        SSC  દ્વારા લેવાતી પરીક્ષાઓ ખુબ જ કઠિન હોય છે. આ પણ એક ગેરમાન્યતા છે. IBPSમાં સફળતાથી વંચિત રહી જનારા અનેક ઉમેદવારો SSCમાં ઝળકીને ઇન્કમ ટેક્ષ, સેન્ટ્રલ એક્સાઇઝ,CBIમાં માનભેર નોકરી કરી રહ્યા છે.
4.                   SSCની પરીક્ષાઓમાં પાવરફુલ અંગ્રેજી જોઇએ. ના એવું પણ નથી. IBPS જેવી જ આ ઓબ્જેક્ટીવ પરીક્ષામાં સરેરાશ અંગ્રેજી (ધો 12ના લેવલનું) થી વધારે કંઇ જ અપેક્ષિત નથી.
સ્ટાફ સીલેક્શન કમીશન (SSC)  દ્વારા લેવાતી નીચેની બે પરીક્ષાઓ આપણા માટે મહત્વની છે.
1.         Combined Graduate Level Examination
2.         Combined Higher Secondary Level Examinations
આ પરીક્ષાઓની વિગતવાર ચર્ચા કરીયે.
1.       Combined Graduate Level Examination
ત્રણ તબક્કે લેવાતી આ પરીક્ષાની પેટર્ન નિમ્નાનુસાર છે.
Tier : 1   પ્રીલિમિનરી પરીક્ષા
હમણાં જ 14/2/2014ની છેલ્લી તારીખ વાળી આ Tier:1  એટલે કે પ્રીલિમીનરી પરીક્ષાઓ અમદાવાદમાં દિ: 27/4 અને 4/5ના રોજ યોજાનાર છે.
Tier I (prelims)
Subject
Marks
General Awareness
50
Reasoning
50
Maths
50
English
50
Total
200
§  સમય ગાળો : 2 કલાક કુલ પ્રશ્નો : 200            Negative marking: 0.25 marks
Tier :  2  મેઇન પરીક્ષા
એકવાર પ્રીલિમ ક્લીયર થઇ જાય એટલે નીચેની પેટર્ન પ્રમાણે તૈયારે કરવાથી મેઇનમાંથી આગળ જવાની તકો કદમ જ ઉજ્જવળ બની જાય છે. પ્રીલિમીનરી જેમ આ પરીક્ષા પણ સંપુર્ણ objective એટલે કે MCQ પ્રકારની હોય છે. 
Tier II (mains)

No of Questions
Total Marks
Duration
Negative marking?
Paper I (Maths)
100
200
2 hrs
- 0.50
Paper II (English)
200
200
2 hrs
- 0.25
Total

400


§  ઉપરોક્ત બન્ને પરીક્ષાઓ ફરજીયત છે.
Tier :  3  ઇન્ટરવ્યુ અથવા કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ (CPT)
પસંદગી પ્રક્રિયાના અંતિમ ચરણમાં ખુબ મર્યાદિત જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ હોય છે.  અન્ય કેટ્લીકમાં કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ (CPT), જ્યારે ટેક્ષ આસીસ્ટન્ટ જેવી જગ્યાઓમાં Data Entry Test લેવાય છે. 
2.       Combined Higher Secondary Level Examinations
ઉપરની પરીક્ષા Inspector, UDC જેવી હાયર સ્કેલની જગ્યાઓ માટે છે, જ્યારે એનાથી સહેજ હળવા પ્રમાણની ગ્રેજ્યુએટ્સ ન હોય એ પણ આપી શકે એવી આ લોઅર ડીવીઝન ક્લેરીકલ કેડરની જગ્યાઓ માટેની આ પરીક્ષા હોય છે. આમાં નીચે મુજબની પરીક્ષા પેટર્ન હોય છે.
Ø  જગ્યાઓના પ્રકારો          :  લોઅર ડીવીઝન ક્લાર્ક અને ડેટા એન્ટ્રી ઓપરેટર
Ø   શૈક્ષણિક લાયકાત           : HSC (ધોરણ 12) કે એની સમકક્ષ
Ø   જાહેરાત ક્યારે આવે છે ?  :  દર વર્ષે જુલાઇ/ઓગષ્ઠમાં
Ø   લેખિત પરીક્ષા ક્યારે ?     :  દર વર્ષે નવેમ્બરમાં
Ø   ઓન લાઇન અરજી ફી      :  SC/ ST/મહિલા ઉમેદવારો માટે કોઇ જ ફી નહિ
·                     પરીક્ષા પેટર્ન             : ઓબ્જેક્ટીવ/MCQ
Part
Subject
Questions
Marks
A
General Awareness
50
50
B
Reasoning
50
50
C
Maths
50
50
D
English
50
50

Total
200
200
નેગટીવ માર્કીંગ: ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ   સમય : 2 કલાક (120 મીનીટસ)
લોઅર ડીવીઝન ક્લાર્કસ (LDCs) માટે ક્વોલીફાયીન્ગ ટાઇપીંગ ટેસ્ટ:
લેખિત કસોટીમાં ક્વોલીફાય થાય એમના માટે જ
કોમ્પ્યુટર લેવાય છે. (10 મીનીટનો સમયગાળો)
માત્ર ક્વોલીફાયીંગ ટેસ્ટ (અંગ્રેજીમાં પ્રતિ મીનીટ 35 શબ્દો)
·         કૌશલ્ય કસોટી (SKILL TEST for DATA ENTRY OPERATOR) :
ફક્ત લેખિત કસોટીમાં ક્વોલીફાય થનાર અને SSC આ માટે જે મિનિમમ ક્વોલીફાયીંગ માર્ક્સ એમણે  જ આ કસોટી આપવાની રહેશે.
v  આ ફક્ત ક્વોલીફાયીન્ગ ટેસ્ટ જ
v  અંગ્રેજીમાં, 15 મીનીટનો સમય, (about 2000-2200 strokes/key-depressions)
v  મૌખિક ઇન્ટરવ્યુ નહિ
તો આવો, સ્પર્ધાત્મક પરીક્ષાઓના અનેક ક્ષેત્રમાં જવલંત સફળતા સાથે નામ ઉજાળનાર આપણા સમાજના નવયુવાનોને સ્ટાફ સીલેક્શનની પરીક્ષાઓઆમં પણ પોતાનું કૌવત બતાવવા અત્રે આહવાહન છે. SSCની પરીક્ષાઓમાં સફળતા સિધ્ધ કરી અત્યારે કેન્દ્રની સરકારી સેવામાં હમણાં જ કાર્યરત થયેલ અનુસુચિત જાતિઓના આપણા જ કેટલાક યુવાનોએ SSC પરીક્ષાઓના ઉમેદવારોના માર્ગદર્શન અને તૈયારીમાં પુર્ણ   સહયોગની તૈયારી બતાવી છે.
તો ચાલો, આજથી જ તૈયારીમાં લાગી જઇએ.
હાર્દિક શુભ કામનાઓ સહ,……આપનો શુ ચિંતક કે.બી.પટેલ 

Get Update Easy