HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

22 એપ્રિલ, 2014

22મી એપ્રિલ - વિશ્વ પૃથ્વી દિન

22મી એપ્રિલ - વિશ્વ પૃથ્વી દિન


22 April – Earth Day


ધરતીમાતા કી જય હો
ધરતી એ આપણી માતા સમાન છે,
ધરતીમાતાના સહારે આપણે અબજો વર્ષથી જીવન જીવીએ છીએ,
ધરતીમાતા પોતાના બાળકોને પુકાર કરીને કહે છે કે
હવે મારી પાસે કશીજ તાકાત રહી નથી, કારણ કે
મારા પેટાળમાં માનવ જાતે ખોદકામ કરી કરીને
મને હચમચવી નાંખી છે, છતાં હું તમને મારા
બાળક સમજીને મારા જીવની પેઠે તમને સાચવું છું.
મારી કેટલીક વિનંતિઓમાંની એકાદનું દીકરા તું પાલન કરશે, ચાલ ત્યારે વધારે માંગીશ તો દીકરા તને પાછુ ખોટુ લાગશે.
માતા રૂદનભર્યા સ્વરે કહે છે કે
હવેથી
 ‘ તમે મને સાચવશો તો હું તમને સાચવીશ
તો પણ હું એમ માનીશ કે તે મારૂ માવતર સાચવ્યું,
એક મા ની મમતાનો પુકાર તે સાંભળ્યો,
માની વેદનાને તું સમજ્યો.
તું સાચા દિલથી મા ને ચાહે છે.
દીકરા મે તારી પાસેથી આજદિન સુધી કશુજ માગ્યું નથી
દીકરા હું ખુબજ કઠણ હ્રદયે તારી પાસે માંગી રહી છું.
મારી માંગણીમાં તારે કશો જ ખર્ચ કરવો પડે એમ નથી,
કદાચ તારે ઘણાં બધાને પુછવું પડે, તું ખર્ચને લીધે પાછળ પડે,
                   બેટા મારી માંગણીઓનું લિસ્ટ ખુબજ મોટું છે, તો સાંભળ ત્યારે……!


1. પાણીનો બચાવ કરજે
2. મારા ઢાંકણ સમાન વૃક્ષોનું જતન કર
3. મારા પર ખોદકામ કરી પ્રયોગ ઓછા કર
4. નાહક્નું ખનિજતેલનો બગાડ ન કર
5. વીજળીનો કરકસરભર્યો ઉપયોગ કર
6. ગંદો કચરો, રસાયણવાળા પાણીથી હું દાઝી જાઉં છું તો તું વિચાર કરજે.
7. મે તો એવું સાંભળ્યુ છે કે દીકરા તમે આ પૃથ્વીલોક્માં દવાઓમાં,
   શાકભાજીઓમાં પણ ભેળસેળ કરો છો, દીકરા એ તો તમને જ નુકસાન છે.
   બને તો હવેથી એવું ના કરશો.
8. હું જાણું છું કે રહેવા માટે ઘર જોઈએ, પણ બેટા વૃક્ષને કાપીને ઘર ન
   બનાવતો, વૃક્ષ તો અંતિમકાળ સુધી મદદરૂપ થશે.
9. પૈસા મેળવવાનો સાચો માર્ગ પસંદ કરજે, યોગ્ય માર્ગે વાપરજે.
10. દીકરા ગમે તેટલું દુખ પડે, તો પણ ભણવાનું છોડતો નહિ.
11. રામપ્રેમની સાથે રાષ્ટ્રપ્રેમ, એકતા, સંપ, વિશ્વ બંધુત્વની ભાવના રાખજે.


આવો સૌ સાથે મળીને પૃથ્વી-માતા ને બચાવીએ     
K.B.PATELGet Update Easy