HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

9 માર્ચ, 2014ધો.૧૦-૧રનાપરીક્ષાર્થીઓનેઅગત્‍યનાસુચનો
બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે. બોર્ડમાં હોય તે વિદ્યાર્થી અને તેના વાલી-માતા પિતા તનાવમાં રહેતા હોય છે. પરીક્ષા સારી રીતે આપી શકાય અને વિદ્યાર્થી તથા માતા-પિતા તનાવ વગર આ પરીક્ષા આપી શકે તે માટે કેટલાક સુચનો :
   ટાઇમ મેનેજમેંટઃ- યોગ્‍ય સમયનું આયોજન કરો દરેક વિષયને સમય પ્રમાણે ગોઠવો અધરા વિષયને જરૂર પડે વધુ સમય આપી શકાય પેપર લખતા પહેલા રજા આવતી હોય તો તે વિષયને અત્‍યારે ઓછો સમય આપવો  અને બીજા વિષયમાં વધુ ધ્‍યાન આપો અગલા દિવસે અગત્‍યના પોઇન્‍ટ કે અવલોકનો કે લાઇનીંગ જોવાઇ જાય તે રીતે અત્‍યારથી પ્‍લાનીંગ કરો છેલ્લા દિવસે વાંચેલુ વધુ યાદ રહે છે. એટલે બને ત્‍યાં સુધી અગત્‍યના પોઇન્‍ટ કવર કરી લેવા પ્રયત્‍ન કરો.
   - છેલ્લા દિવસોમાં માર્કની ચિંતા ન કરો કે કોઇ અપેક્ષા ન રાખો ફકત પુરતી ઉંઘ લઇને મહેનત કરો કોઇ મેજીક ફીગર કે જાદુઇ આંકડા સુધી પહોંચવાની હવે વાત મનમાં ન રાખો.
   - દરેક વખતે પરીક્ષામાં ભય કે ચિંતા ને કારણે ન વાંચી શકતા વિદ્યાર્થી સવાલ જવાબ ટેપ કરી રાખે જેથી અગત્‍યના સવાલો સાંભળી શકાય ચિંતાને કારણે વિદ્યાર્થી ઓછુ વાંચતો હોય તો વાલીઓ તેને દબાણ ના કરે પણ સમજે અને સાથ સહકાર આપે કંટાળો આવે તો તરત બીજો વિષય લઇ શકાય.
   - ૭ થી ૮ કલાક ઉંધ જરૂરી છે. જેથી યાદ શકિત સારી રહે અને બીમારી દુર રહે વધારે ઉજાગરા વિદ્યાર્થીની પ્રતિકાર શકિત ઘટાડી બીમારી લાવે છે, રોજ થોડી હળવી કસરત અને યોગ્‍ય આહાર જરૂરી છે. નિયમિત મેડીટેશન(ધ્‍યાન) અને યોગ તનાવ ઓછો કરવામાં મદદરૂપ થઇ શકે.
   ટી.વી. / સેલફોન/ સોશ્‍યલ મીડિયા :  આનો  ઉપયોગ ઓછો કે બંધ કરો ટી.વી.માં એકાદ કોમેડી સીરીયલ બહુ કંટળો કે ટેન્‍શન લાગે ત્‍યારે જોઇ શકાય અથવા દિવસમાં થોડો સમય ખુલ્લી હવામાં ચાલીને પણ મનને તનાવ મુકત કરી શકાય.
   હકારાત્‍મક વલણ : વિદ્યાર્થી તેમજ માતા-પિતા એ આત્‍મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રયત્‍ન કરવો. હકારાત્‍મક વલણ ધરાવતા મિત્રો સાથે જ રહેવુ તમને ઉત્‍સાહિત કરે તેવા મિત્રો -શિક્ષકોનાં સંપર્કમાં રહેવુ, જે માણસો આત્‍મવિશ્વાસ તોડે કે બીજાની સાથે સરખામણી કરીને વિદ્યાર્થીને તનાવમાં લાગે તેનાથી દૂર રહેવું.
   ચિંતાના લક્ષણો : અમુક વિદ્યાર્થીમાં આવા સમયે ઓછો ખોરાક, ઓછી ઉંઘ, વધુ ચિંતા, પરીક્ષાનો ડર, બેચેની કે હતાશા છાતીમાં ગભરામણ કે ધબકારા વધી જવા કે વધુ પરસેવો વળવો, ધ્રુજારી આવવી વગેરે લક્ષણો જોવા મળે છે. કાઉન્‍સેલીંગ કે સમજાવટ અને આશ્વાસન દ્વારા આવા વિદ્યાર્થીમાં રાહત થઇ શકે છે. સમજાવટ દ્વારા કંઇ ફેર ન પડે અને અભ્‍યાસ તથા માનસિક સ્‍થિતિ બગડતી હોય તેમ લાગે તો આવા વિદ્યાર્થીને ૧૦-૧પ દિવસ માટે ચિંતા મુકત કરતી હળવી દવાઓ આપી શકાય પરીક્ષા હોલમાં જતા પહેલામાં વિદ્યાર્થીની ચિંતા વધી જતી હોય તો યોગ્‍ય મેડીકલ સુપરવીઝન નીચે ૮-૧૦ દિવસ દવા આપી શકાય. અમુક દવા પેપર પહેલાના એક કે બે કલાક પહેલા પણ આપી શકાય.
   વાલીઓને ટીપ્‍સ
   - ઘરનું વાતાવરણ હળવું રાખવું.
   - રોજીંદા કામ-નોકરી, પ્રવૃત્તિ ચાલુ રાખવા.
   - વિદ્યાર્થીના સહાદયી મિત્રો બનીને તેને સપોર્ટ કરવો.
   - માતા-પિતાએ એકદમ હળવાશમાં રહેવું તે જો તનાવમાં રહેશે તો તેની વિદ્યાર્થી પર નેગેટીવ અસર થશે.
   - વિદ્યાર્થી ઓછુ વાંચે તો તેની ટીકા ન કરો તેની સાથે લાગણી સભર વ્‍યહવાર રાખવો અને તેને હિંમતમાં રાખો. પરીક્ષામાં તું કઇ ઉકાળી શકે તેમ નથી જેવા વાકયો કે ટીકા કરી વિદ્યાર્થીને હતાશ ન કરો.
   માતા-પિતા તરફથી લાગણી ભર્યા સંવાદો અને વ્‍યવહાર સંતાનને મદદરૂપ થશે. કડક નહિ પણ પ્રેમાળ વાલીપણુ, આ કટોકટીમાં વિદ્યાર્થીને મદદરૂપ થશે.          -K.B.PATEL

Get Update Easy