આજનો સુવિચાર:-
અંધારામાં રસ્તો બનાવવો મુશ્કિલ છે.
તોફાનમાં દીવો પ્રગટાવવો મુશ્કિલ છે
કોઈની સાથે દોસ્તી કરવી મુશ્કિલ નથી
પરંતુ દોસ્તીને ટકાવવી મુશ્કિલ છે
ઉત્તરવહીઓ તપાસવાની કાર્યવાહી
એક કરોડ ઉત્તરવહી તપાસવા ૫૫,૦૦૦ શિક્ષકો કામે લાગ્યા
ધોરણ
૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષા બાદ ચકાસણી :દરેક શિક્ષકને રોજ ૫૦ ઉત્તરવહી
તપાસની જવાબદારી સોંપાઈ : મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ઉપર પેપર તપાસ
શરૂ
અમદાવાદ, તા.૨૯ : ગુજરાત
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલ
પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે. બીજી તરફ ઉત્તરવહીઓ તપાસવાની કાર્યવાહી
શરૂ થઈ
ગઈ છે. આ વખતે લેવાયેલ ધોરણ-૧૦ની ૬૫ લાખ અને ધોરણ-૧૨ સાયન્સ અને કોમર્સની
૩૫ લાખ મળીને કુલ એક કરોડ જેટલી ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી ૫૫,૦૦૦ શિક્ષકો
કરી રહ્યા છે. દરેક શિક્ષકને દરરોજ ૫૦ ઉત્તરવહી તપાસવાની જવાબદારી સોંપાઈ
છે. ઉત્તરવહી તપાસવાની કાર્યવાહી અંગે વધુ વિગત આપતા શિક્ષણ બોર્ડના ચેરમેન
આર.આર. વરસાણીએ જણાવ્યું છે કે પેપર તપાસવાની
કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપર
તપાસવાની કામગીરી થાય છે. જેમાં જે તે વિષયના શિક્ષકો કે જેમને પેપર તપાસનો
ઓર્ડર આપવામાં આવ્યો છે. તેઓ નિયમિતપણે કેન્દ્ર પર જાય છે તેની વિશેષ
ચકાસણી રાખવામાં આવી રહી છે. ઉત્તરવહી તપાસવામાં એક ભૂલ કરનાર શિક્ષકને
રૂા. ૧૦નો દંડ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું છે કે શિક્ષણ બોર્ડ ગત
વર્ષની માફક મે માસના અંત સુધીમાં પરિણામો જાહેર કરી શકાય તે પ્રમાણે
કામગીરી કરી રહ્યું છે. સુત્રોની માહિતી અનુસાર ધોરણ-૧૦ની ઉત્તરવહીઓનું
મુલ્યાંકન શરૂ કરાયા બાદ ગુજરાતી અને વિજ્ઞાન વિષયની ઉત્તરવહીઓની ચકાસણી
પૂર્ણ કરી દેવામાં આવી છે. ધોરણ-૧૦ની પરીક્ષામાં રાજ્યભરના ૯.૭૫ લાખ
વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨ સાયન્સ કોમર્સના ૬.૧૫ લાખ મળીને કુલ ૧૫ લાખથી વધુ
વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઉત્તરવહી તપાસવામાં ચુક ન રહે તે માટે વિષય
શિક્ષકને એક દિવસની માત્ર ૫૦ જ ઉત્તરવહી તપાસવાનો ઓર્ડર કરાયો છે. હવે
આગામી મે મહિનામાં એસએસસી અને એચએસસીના પરિણામો જાહેર થશે. દર વર્ષે
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.