HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

23 માર્ચ, 2014

ઇન્ટરનેટની સ્પીડ વધારો

ઇન્ટરનેટની સ્પીડ વધારવા આટલું કરો
દરેક ના ઘરમાં ઈન્ટરનેટ સાથેનું જ કમ્પ્યુટર જોવા મળતું હોય છે, જો કે
ઈન્ટરનેટ કનેક્શન દ્વારા ઈન્ટરનેટ સર્ફીગ નો લહાવો મળતો હોય છે પરંતુ
લીધેલા કનેક્શન માં સ્પીડ ઓછી હોવાને કારણે મજા બગડી જતી હોય
છે.જો તમારે કમ્પ્યુટરમાં પણ ઇન્ટરનેટ હોય અને તમારે તેની સ્પીડ
માં વધારો કરવો હોય તો આ માટેની એક ઉપાય છે તો આ માટે
નીચેની પ્રોસેસ કરો .
૧. Start > Run જઈ gpedit.msc ટાઇપ કરો અને એન્ટર પ્રેસ કરો.
૨. આમ કર્યા બાદ Group Policyની વિન્ડો ઓપેન થશે .
૩. આ વિન્ડોમાં સાબી પેનલમાંથી Computer Configuration >
Administrative template > Network > QoS Packet Scheduleપર
ક્લિક કરો
૪. આમ કરવાથી તમારી જમણી બાજુ એક લીસ્ટ ઓપન થશે તેમાંથી Limit
Reversableપર ડબલ ક્લિક કરો
૫. જેથી એક બોક્સ ઓપન થશે તેમાં Enable નામનું રેડીયો બોક્સ ટીક કરો.
૬. ત્યાર બાદ નીચે Bandwidth limit (%) નું બોક્સ ઓપન થશે જેને
ઘટાડીને ૦% કરી દો ( જો શૂન્ય જ હશે તો કોઈ ફરક નહિ પડે)
૭. આ પછી Apply પ્રેસ કરો અને OK કરી દો
૮. બસ, આટલું કર્યા પછી તમારી ઇન્ટરનેટ ની સ્પીડમાં વધારો જણાશે. બને
તો એકવાર કમ્પ્યુટર Restart કરીને પણ ચેક કરી જુઓ.
ઇન્ટરનેટ સર્ફીંગ ની સ્પીડ વધારો.

Get Update Easy