ધોરણ : 10 / 12 બોર્ડના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો :
( નોંધ : આ માહિતી ગુજરાત રાજ્ય મા.અને ઉ.મા. શિક્ષણ બોર્ડને ધ્યાનમાં લઈ લખેલ છે.)
સુચના : આ માહિતી મારા શિક્ષક તરીકેના અનુભવને આધારે લખુ છું, તમારે છેલ્લામાં છેલ્લી માહિતી બોર્ડ અને આપના શિક્ષકમિત્રો આપે તે ધ્યાન પર લેવી.
1. વિધાર્થી પક્ષે :
v
પરીક્ષા હોલમાં બોર્ડ તરફથી મળેલ
પરીક્ષા રસીદ લઈ જવી.
v
જરૂરી
બોલપેન, પેંસિલ, રબર,
કંપાસના સાધનો રાખી શકાય.
v
ધોરણ
: 10 બાળકો કેલ્ક્યુલેટર લઈ શકશે નહિ. માત્ર
ધોરણ : 12 બાળકો
સાદુ
કેલ્ક્યુલેટર લઈ શકશે.
v
બારકોડ સ્ટીકર તમારા સુપરવાઈઝર પાસેથી
લગાડાવશો.
v
OMR Sheet બોર્ડ
અને શાળાએ સુચના આપી છે તે મુજબ ગોળ રાઉંડને ઘાટુ
કરશો.
v
પ્રશ્નના ઉત્તરો વિભાગવાર એટલે કે Section મુજબ
જ લખવા.
v
સમય જોતા જશો, સારા
અક્ષરો કાઢવા, છેકછાક ઓછી કરવી.
v
રફ ગણતરી બોર્ડે સુચવેલ જગ્યાએ જ કરવી,
ઉપર રફ ગણતરી એમ લખવું.
v
નવો વિભાગ નવા પાના પર જ શરૂ કરવો.
v
અંતે લખેલ પાનાની ગણતરી કરી સુપરવાઈઝરને
લખાવવા.
v
મૂળ જવાબવહી + લીધેલ પુરવણીનો સરવાળો
મુખ્ય ઉત્તરવહી પર લખવો.
v
પુરવણી યોગ્ય ક્રમમાં બાંધી છે કે કેમ
તે ખાસ ધ્યાન રાખવું.
v
ખાખી
સ્ટીકર જરૂરિયાત મુજબના લઈ લગાવવા.
v
ઉત્તરવહી દોરીથી જ બાંધશો.
“ Best Luck ને બદલે “ બેસ્ટ લખ ”![]() |
ધો.10/12ની પરીક્ષામાં ઉપસ્થિત સર્વ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ |
2. શિક્ષક પક્ષે :
v
બોર્ડની સૂચના પ્રમાણે જ કામગીરી કરવી,
બાળક્ને બારકોડ સ્ટીકર લગાડી આપવું.
v
બોર્ડના બધા બાળકો આપનાં શરણે છે,
તેથી સૂચના શાંતિપ્રિય ભાષામાં જસમજ આપવી.
v
બોર્ડે સૂચવેલ સમયપત્રક મુજબ અને
પરીક્ષાના સ્થળ સંચાલક તરફથી મળેલ
યોગ્ય સૂચનાઓ આપવી.
v
બોર્ડે આપેલ રસીદમાં સહી કરી આપવી.
v
વર્ગખંડનો માહોલ મધુર અવાજથી શાતિંમય
રહે તેમ કરવું.
v
પરીક્ષા હોલમાં બાળક માંદુ થાય તો
બોર્ડના નિયમ અનુસાર સ્થળ સંચાલકને વાત કરવી.
3. વાલી પક્ષે :
v બોર્ડની
પરીક્ષાના આ લખાય રહ્યું છે ત્યારે માત્ર 25 થી
27 દિવસ બાકી છે. તેથી
આપના બાળકની
વિશેષ કાળજી રાખવી.
v
ટી.વી.તમારે જ ન જોવું, જેથી
બાળક્ની ઈચ્છા ન થાય, સો ટકા કેબલ લાઈન કાઢી નાંખો.
v
બાળક સાથે શાંત ભાષામાં જ વાતો કરવી.
v
બાળક્ને તેમના મિત્રો સાથે સરખામણી ન
કરવી. કારણ કે દરેક બાળક કોઈને
કોઈ ક્ષેત્રમાં આગળ હોઈ શકે.
v
તમારા બાળક્ને દરરોજ શાળા એ કે ટ્યુશને
મુકવા જવું. કારણ કે તેઓ ટેંશનમાં
હોય છે.
v
મિત્રોની હાજરીમાં તમારા બાળક્ને ઉતારી
પાડ્શે નહિ. તેના મિત્રો ને આવકારો.
v
બાળકની વર્તણૂકમાં થોડો ફેરફાર જણાય તો
શિક્ષક્નો અથવા ડોકટરી સલાહ
લેવામાં વિલંબ
કરશો નહિ.
v
બાળકના ખોરાકની કાળજી રાખશો. સુપાચ્ય
ખોરાક જ આપશો.
v
બાળક પર વાંચન બાબતે ધારવા કરતાં વધુ
દબાણ આપશો નહિ.
v
બાળકે જો પોતે વાહન ચલાવતો હોય તો તેને
ધીમે વાહન હંકારવાનું કહેશો.
v
બોર્ડની પરીક્ષા વખતે બાળક્ને લેવા
મુકવા અવશ્ય જવું.
v
બાળકને ખુબ જ સાચવવાના દિવસો આવી ગયા,
તેમની નજીક જ માતા- પિતાએ
રહેવું.
v
પરીક્ષા સ્થળે સમય કરતાં વહેલા પહોંચવું,
જેથી ટ્રાફિકની સમસ્યા ન ઉદભવે.
v
બાળક્માં હતાશા, નિરાશા,
માનસિક તાણ ન અનુભવે તે કાળજી રાખશો. આવું
માલુમ પડે તો શિક્ષકનો અથવા ડૉકટરી સલાહ લેવી.
v
પરીક્ષા દિવસો દરમિયાન ઘરે બાળક્ને એકલા
મુકી બહાર જવું નહિ.
v
ઘરમાં પાણી ધોળાયું હોય તો તરત જ સાફ
કરવું, બાળક ઉતાવળમાંઘરમાં પડી ન જાય.
v
પરીક્ષાના આગલા દિવસે જ બાળકે લઈ જવાની
વસ્તુઓ/સાધનો બધી તૈયારી કરી દેવી.
( ઉપરના
તમામ મારા અંગત વિચારો છે, કોઈ બાબત
લખવાની રહી ગઈ તેનો પણ
તમારે અમલ કરવો,તે બાબત ખાસ ધ્યાન રાખશો, બોર્ડની
સૂચના, ડોકટરની સલાહ, શાળાએ
આપેલ સૂચનાનો, પરીક્ષાના સ્થળ સંચાલકની જ સૂચનાનો જ અમલ કરવો.)