HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

13 ડિસેમ્બર, 2013

મારા વિચારો



પરમસ્નેહી શિક્ષકો,
            જગતકર્તા ભર્તા શ્રી પરમાત્મા તથા મહામાયા ભગવતી ભવાની ની ક્રુપા થી આપ તથા આપના પરિવારજનો અને સર્વક્ષેત્રના સ્નેહી કુશળ-મંગળ હશો.
            આપના વિશાળ હીમાલય કરતા ઉંચા અને સાગર કરતા ઉંડા તથા ધરા કરતા વિશાળ વિચારવૃન્દમા મારા આ એક તુચ્છ વિચારની ભેટ ધરવાની ચેષ્ટા કરી રહ્યો છુ. ક્ષમાને લાયક નથી. પણ આપનો શિષ્ય ગણી ક્ષમા કરશો.
            સ્નેહી શ્રી શિક્ષકો, આપસર્વે  અત્યારે ભુમિ પર તથા જીવનમા એક સત્ય, પ્રેમ, અને કરુણાના મિલનથી જેનુ સર્જન થાય છે, એવુ શિક્ષકનુ પાત્ર ભજવી રહ્યા છો, મારા માનવા મુજબ આ પાત્ર આ રાષ્ટ્ર માટે પાયા માયલી ઇંટ છે. આ જગતમા જો ભારતને ફરી વિશ્વગુરુ બનાવવો હશે, નુતન ભારતનુ નિર્માણ કરવુ હશે, તો માત્ર એક ગુરુ (શિક્ષક) જ બનાવી શકશે. કારણ કે સંસારના તમામ પાત્રોનુ ઉત્પાદન શાળારુપી ફેક્ટરી મા થાય છે.આ સમાજને કે રાષ્ટ્રને શિક્ષક જ એક સારો ડોક્ટર,એંજીનીયર,ઉદ્યોગપતિ ,કે પછી વેપારી આપી શકે છે.માટે એક નાનકડા ગામની પાઠશાળાથી જ ભારત વિશ્વશાળા બની શકશે.
   તો મારા વિચારમા શિક્ષકએ જગતના ત્રણ તત્વોનો સમુહ છે. શિ- શિક્ષા   ક્ષ- ક્ષમા એટલે કળા.
            જેના જીવનમા આ ત્રણ તત્વો પચાવવાની શક્તિ છે તે સાચો શિક્ષક છે. શિક્ષા લેવી અને શિક્ષા દેવી એ શિક્ષકનો ધર્મ છે. ક્ષમ એટલા માટે કે આપ એક એવા વર્ગ સાથે કામ કરી રહ્યા છો. જેની પાસે કઇ નથી. એ આપની પાસે લેવા આવે છે, કદાચ આપ એ કોમળ પરમાત્મારુપી બાળમાનસ શિક્ષા આપી હોય છતા એની સ્મૃતિમા ના રહે,તો ક્ષમા કરી ફરીથી તેને શીખવશો, અને કલા તો આપે એક એવી કળા જગતને આપવાની છે, જેને વિચારકો જીવન જીવવાની કળા કહે છે.
          ભારતવર્ષના ઇતિહાસમા બે મહાકાવ્યો ગ્રંથો થઇ ગયા મહાભારત અને રામાયણ આ બન્ને ગ્રંથો મા રામ અને ક્રુષ્ણ ને મુખ્ય પાત્રો બનાવવામા આવ્યા છે, પર્ંતુ  બન્નેના માનસ જુદા બનાવવામા આવ્યા છે.રામ જીવનમા સંઘર્ષ શીખવાનો હોય છે,જ્યારે ક્રુષ્ણ જીવનમાથી કળા અને સંગીત શીખવા મળે છે. પણ આ બન્નેના જીવનમાથી મિશ્રણ કરી, સંઘર્ષ, સંગીત, અને કળા અને આ ત્રણેય મારા મત મુજબ આપે શિક્ષક બની આ જગતને વહેચવાનુ છે.
         આપના વિરાટ વ્યક્તિત્વ સામે એક ઉદાહરણ ધરી રહ્યો છુ. આપ એક કુંભાર છો. કુંભારને માટલા ઘડતા આપે જોયા હશે.ટપ ટપ ટપલી મારી એ ઘડાને ઘાટ આપે છે., પણ જો ટપલી વધારે વાગી જાય તો ઘડો તુટી જાય છે. એમ આપના વિદ્યાર્થીનુ આપે જીવન ઘડવાનુ છે, ક્યાય ટપલી જીવન ભગી ના નાખે તેના ખ્યાલ સાથે .          
         બસ, વધારે હુ તુચ્છ આપને હુ શુ કહી શકુ? ફરી એકવાર શુભેચ્છા કે આપ ખુબ આપના ક્ષેત્રમંચ પર આગળ વધો અને જલદી ફરી આ રાષ્ટ્રને આપની શાળામાથી આપના હાથ નીચેથી પસાર થયેલ એક વિવેકાનન્દ મળે,એક ગાન્ધી મળે કે પછી એક સરદાર પટેલ મળે અને આ ઉજ્જવળ ભારત વિશ્વભારત બને એ જ અભ્યર્થના સહ...                
                                                                            આપનો મિત્ર                  

Get Update Easy